GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર નવા રાતીદેવરી ગામે પેસેન્જર ભરવા બાબતે યુવકને ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો

વાંકાનેર નવા રાતીદેવરી ગામે પેસેન્જર ભરવા બાબતે યુવકને ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો


વાંકાનેર ગઢની રાંગ હનુમાન શેરીમાં રહેતા પાર્થ કમલેશભાઈ ગોહેલ (ઉ.વ.૨૦) એ આરોપી પાચો મુધવા, હિતેષ લામકા, ભુપત ફાંગલીયા તથા રતો ગમારા રહે. બધા રાતીદેવરી તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના સવા સાતેક વાગ્યા વખતે આરોપી પાચાએ ફરીયાદીને કહેલ કે તુ રતા ગમારાના પેસેન્જર કેમ તોડે છે. તેમ કહી ફરીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી પાચાએ ફરીયાદીનો કાઠલો પકડી નીચે પાડી દઇ તેમજ આરોપી હીતેષ લામકાએ તેના હાથમા રહેલ લોખડના પાઇપ વતી ફરીયાદીને બન્ને પગના નળાના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી ભુપતએ તેના હાથમા રહેલ લાકડી વતી ફરીયાદીને માથાન ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ આરોપી રતાએ આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મૂઢ માર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પાર્થભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button