
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાનાં પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી સમુહદાય ચર્ચ ઓફ બ્રધરન મંડળીનાં સભાસદોએ ડાંગ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે આહવા ખાતે આવેલ બ્રધરન ચર્ચ જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ રજી.ન.1202/44થી રજીસ્ટર થયેલ છે.તથા બોમ્બે એક્ટ હેઠળ ચેરિટી કમિશનર કચેરી ભરૂચ અને સુરતમાં નોંધાયેલ છે.આ ચર્ચનો ખોટી રીતે ગેરકાયદેસર કબ્જો મેળવવા માટે કહેવાતા ચર્ચ ઓફ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ્ટ સી.એન.આઈ પ્રયાસો કરી રહી છે. વધુમાં આ ટ્રસ્ટનાં કેટલાક લોકો આ ચર્ચનો કબ્જો મેળવવા માટે સને 1978થી જુદી જુદી કોર્ટોમાં અને ચેરિટીમાં કેસો કર્યા હતા.પરંતુ સી.એન.આઈ આ તમામ કોર્ટોમાં કેસો હારી ગયુ હતુ. તેમ છતાંય આ બ્રધરન ચર્ચ પ્રાર્થના માટે ખોલવામાં આવે છે.અને બ્રધરન ચર્ચનાં સભાસદો સામે ચાલુ ધાર્મિક સભામાં પણ અડચણ અને ખલેલ પોહચાડી ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરવામાં આવે છે.વધુમાં આ લોકો ચર્ચની ગરિમાને પણ ઠેસ પોહચાડતા આવ્યા છે.જેથી આજરોજ બ્રધરન પંથનાં અનુયાયીઓ તેઓની લાગણી ન દુભાય અને ફરી પ્રાર્થનાસભાઓ શરૂ થાય તે હેતુથી ન્યાય અને સહકારની અપેક્ષાથી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ ચર્ચનાં કબ્જાનાં મુદ્દે ઘણા સમયથી બ્રધરન અને સી.એન.આઈનાં આગેવાનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે આ બાબતે કોર્ટ કેસો પણ ચાલી રહ્યા છે. તેવામાં ડાંગ વહીવટી તંત્ર આ પ્રશ્ન ઉકેલશે કે કેમ તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે…





