GUJARATMULISURENDRANAGARWADHAWAN

કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક માસમાં ૧૧ શ્રમિકોના થયેલ મૃત્યુ શ્રધ્ધાજંલી સભા યોજાઈ.

કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે "ધરતી બચાવો અભિયાન"ના કાર્યકરોએ આપી શ્રધ્ધાજંલી

તા.11/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે “ધરતી બચાવો અભિયાન”ના કાર્યકરોએ આપી શ્રધ્ધાજંલી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુળી સાયલા વિસ્તારમાં મોટા પ્રમાણમા ખનીજ કોલસો મળી આવે છે ત્યારે તેમાં એક માસમાં જ અલગ અલગ બનાવોમાં કુલ ૧૧ શ્રમિકોના દુર્ઘટનાથી કમકમાટી ભર્યા મોત થયા છે જેમાં ભેખડ ધસી પડવાથી અને ગેસ ગળતરના કારણે મોત થયા છે ત્યારે તંત્ર ઘોરનિદ્રામા હોય તેમ સામાજિક આગેવાન આ બાબતે જાણ કરવા છતાં કોઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવતી નથી પરપ્રાતિય મજુરોને મોત થાય એટલે ખનીજ માફીયાઓ બારોબાર લાશો મોકલી દેવામાં માહેર છે આવા અનેક કિસ્સાઓ બહાર પણ આવેલ છે ત્યારે તંત્રને સંવેદનશીલતાનો આભાસ થાય તે માટે સુરેન્દ્રનગરની ધરતી બચાવો અભિયાનની ટીમ દ્વારા કલેકટર કચેરી સામે મૃતક શ્રમિકોને શ્રધ્ધાજંલી આપી બે મિનિટ મૌન પાળી રામનામની ધુન બોલાવી હતી અને તંત્રને આ બાબતે જગાડવાનો એક સંદેશ પણ આપેલ હતો સુરેન્દ્રનગર ધરતી બચાવો અભિયાનના અમૃતભાઈ મકવાણા, રાજુદાન ગઢવી,બી.કે.પરમાર, સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button