લીંમડી અમદાવાદ હાઈવે ન્યુ કબીર આશ્રમ સામે સીંગતેલ ભરેલું ટેન્કરે પલ્ટી મારી હતી
લોકોના હાથમાં જે વાસણ આવ્યું તે લઈ તેલ લેવા પડાપડી કરી, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને લીમડી અમદાવાદ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે જેમાં લીંબડી અમદાવાદ હાઈવે ઉપર વધુ એક તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા લોકોની તેલ લેવા માટે પડાપડી જોવા મળી છે જેથી ફિલ્મી દ્રશ્યો સર્જાઇ જવા પામ્યા છે આ બાબતની જાણ થતા લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ આ મામલે તપાસ હાથ ધરી છે અગાઉ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આ પ્રકારની ઘટના બની હતી તેને ગણતરીના દિવસો થયા છે ત્યારે સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે ઉપર વધુ એક વખત આવા પ્રકારની ઘટના બની છે તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેલની રેલમછેલ હાઈવે ઉપર થવા પામી હતી. આજુ બાજુના લોકો દ્વારા વાસણો લાવી અને તેલ ભરવામાં આવતા હોવાના દ્રશ્યો સર્જાયા હતા તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી જોકે આ મામલે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક કલીયર કરાવેલ હતો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જોકે ટેન્કરમાં ભરેલું તમામ તેલ ઢોળાય જતા હાઇવે ઉપર રેલમછેલ થઈ હતી આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ એટલા વાયરલ થયા છે કે હવે આ બાબતની આકરી ટીકાઓ થઈ રહી છે.





