ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ધી સર્વોદય સહકારી બેન્ક લી. મોડાસાએ મેઘરજ શાખાના ગ્રાહકો માટે ATM મશીન ઉપલબ્ધ કરાવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ધી સર્વોદય સહકારી બેન્ક લી. મોડાસાએ મેઘરજ શાખાના ગ્રાહકો માટે ATM મશીન ઉપલબ્ધ કરાવ્યું

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર તથા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અંતર્ગત ચાલતી ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસા દ્વારા મેઘરજ નગરમાં શાખાનો પ્રારંભ કર્યા બાદ બેંકના ગ્રાહકોને નાણાંકિય લેવડ-દેવડ સુલહ પડે તે માટે એટીએમ મશીન ઉદ્ઘાટન કરવામાં આવતા ગ્રાહકોમાં આનંદ છવાયો છે ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસા દ્વારા સંચાલિત મેઘરજ શાખામાં રવિવારે નવીન ATM મશીનનું ઉદઘાટન બેંકના ચેરમેન ઈકબાલહુસેન જી. ઇપ્રોલીયા હસ્તે કરવામાં આવ્યું હતું બેન્કના ATM મશીન માં કોઈ પણ બેન્કના ડેબિટકાર્ડ નો ઉપયોગ કરી શકાશે. બેન્કના ચેરમેન ઈકબાલહુસેન જી. ઈપ્રોલીયા બેન્કની શાખા મેઘરજ ગામમાં પણ દરેક ડિજીટલ સુવિધાઓ આપી પોતાના ગ્રાહકો તથા વેપારીઓમાં ડિઝિટલ ટેક્નોલોજી ની સાથે સાથે ગ્રાહક સુરક્ષા જળવાય રહે તેવો સંદેશ આપી બે વર્ષમાં મેઘરજ શાખાએ અદભૂત સફળતા હાંસલ કરેલ છે તે બદલ બેન્કના ગ્રાહકો,ગામવાસીઓ,વેપારીઓ અને સભાસદો નો આભાર વ્યક્ત કરી બેન્કની દરેક સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button