અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સમસ્ત ક્ષત્રિય સમાજ મેઘરજ તાલુકો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું

હાલ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એ રૂપાલા સામે મોરચો મોડયો છે ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ સામાજીક દરજ્જા ને લાછન લાગવાની અભદ્રબોલી પુરષોતમ રૂપાલા દ્વારા બોલવામાં આવેલ જેને લઇ સમગ્ર ગુજરાતમાં વિરોધના વંટોળ જોવા મળ્યા છે સાથે રૂપાલાની ટિકિટ રદ કરવાની સાથે ઠેળ ઠેળ રોષ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે
જેમાં પુરષોતમ રૂપાલાનો વિરોધ અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળ્યો હતો રૂપાલા સૌરાષ્ટના વતની અને હાલમાં ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યરત છે. તેમણે રાજકોટ ખાતેની એક જાહેર સભામાં સમગ્ર ભારત અને ગુજરાતના લત્રિય સમાજ વિરુદ્ધ લાગણી દુભાય તે રીતે ભદ્ર ભાષામાં જાહેર ભાષણ કરેલ છે. તેનાથી સમાજને ખુબજ આઘાત લાગ્યો હતો અને આ રાષ્ટ્રની સેવાકાજે હજારો વર્ષોથી સમાજ બલિદાન આપતો આવ્યો હોય ત્યારે હિન્દુ ધર્મની રક્ષા કરનાર સમાજને હેલફેલ ભાષામાં પુરુષોતમ રૂપાલા એ જે રીતે જાહેર પ્રવચનમાં અપમાન કર્યું કર્યું હતું તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ ખૂબજ આક્રોશ રીતે સખત વાંધો ઉઠાવી તેમના વિરુદ્ધ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ અને મહિલાઓ ખુબજ આક્રોશ ભરી પરિસ્થિતિમાં આ નિવેદનને વખોડી કાઢે છે.તેની સાથે રાજકીય ક્ષેત્રે સીનીયર સીટીઝન એવા કેન્દ્રીય મંત્રી તરીકે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરી સમાજને ઉશ્કેરી હાલના આચારસંહિતાનો ભંગ કરેલ હોઇ તેમનું ઉમેદવારી પત્ર પણ રદ થવું જોઈએ. હિન્દુ રાષ્ટ્રને સાચવી અને જાળવી રાખનાર બલિદાનમાં ખપી જનાર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર પુરુષોત્તમભાઈ રૂપાલએ લોકશાહીના બંધારણીય અધિકારનું કેન્દ્રીય મંત્રી તરીકે હનન કરી કાર્યવાહી થવા માંગ કરી હતી. સમગ્ર ગુજરાત માં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત છે જેમાં મેઘરજ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના નિવેદન ને લઇ વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધમાં 100 થી વધુ ક્ષત્રિય યુવાનો અને વડીલો જોડાયા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની સાથેના નારા લગાવી મેઘરજ મામલતદાર કચેરી ખાતે જઈને મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી









