
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલીસે રાજસ્થાની બુટલેગરને ધનોલીથી ઝડપી લીધો, શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં 3 વર્ષથી વોન્ટેડ
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જીલ્લામાં ગુન્હા આચરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા એક અલગ ટીમની રચના કરી છે પોલીસ ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગર શ્રવણ ગુર્જરને તેના વતન પનોતીયા નજીક આવેલ ધનોલી બસસ્ટેન્ડ પાસેથી ટહેલતો દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 
અરવલ્લી જીલ્લા પોલીસની સ્પેશિયલ ટીમના અને ધનસુરા PSI સી.એફ.રાઠોડ અને તેમની ટીમે જીલ્લામાં ગુન્હા આચરી છેલ્લા કેટલાક વર્ષોથી નાસતા-ફરતાં આંતરરાજ્ય આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારમાં ધામા નાખી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના પનોતીયા ગામનો અને શામળાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ પ્રોહિબિશનના ગુન્હામાં ફરાર આરોપી શ્રવણ નારાયણલાલ ગુર્જર તેના ગામ નજીક આવેલ ધનોલી બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોવાની બાતમી મળતાં તાબડતોડ ધનોલી બસસ્ટેન્ડમાં પહોચી શ્રવણ ગુર્જરને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા ત્રણ વર્ષથી ફરાર વોન્ટેડ બુટલેગરના મોતિયા મરી ગયા હતા વોન્ટેડ બૂટલેગરને શામળાજી પોલીસને સોંપવા તજવીજ હાથધરી હતી









