ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : હરિદ્વારથી ચાલતા નીકળેલ ભીમ સૈનિકોનું મોડાસામાં ઉષ્માભેર સ્વાગત,6 ડિસેમ્બરે ર્ડો.બાબાસાહેબના સમાધિ સ્થળે પહોંચશે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : હરિદ્વારથી ચાલતા નીકળેલ ભીમ સૈનિકોનું મોડાસામાં ઉષ્માભેર સ્વાગત,6 ડિસેમ્બરે ર્ડો.બાબાસાહેબના સમાધિ સ્થળે પહોંચશે

દેશના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણના આધારસ્તંભ છે. 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા આંબેડકરે જીવનભર ગરીબો,દલિતો,વંચિતો અને મહિલાઓના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો અને તેમના માટે લડ્યા હતા. ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમણે સમાજમાંથી છૂત-અછૂત સહિત અનેક પ્રથાઓ ખતમ કરવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ઉત્તરાખંડ રાજ્યના પ્રસિદ્વ યાત્રાસ્થળ હરિદ્વારથી ર્ડો.બાબાસાહેબના વિચારોની જાગૃતિ અને સંવિધાન બચાવોના નારા સાથે મહારાષ્ટ્ર સમાધિ સ્થળે પદયાત્રા નીકળેલા ચાર ભીમ સૈનિકોનું મોડાસા શહેરમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

ઉત્તરાખંડના હરિદ્વારથી ચાર ભીમ સૈનિકો ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 6 ડિસેમ્બરે પુણ્યતિથિએ મહારાષ્ટ્રના સમાધી સ્થળે નમન કરવા પદયાત્રા યોજી છે ચાર પદયાત્રી ભીમ સૈનિકો મોડાસા શહેરમાં રાત્રીના સુમારે પહોંચતા ચાર રસ્તા પર મોટી સંખ્યામાં રહેતા અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને ભીમ સૈનિકોએ ફુલહાર પહેરાવી જય ભીમ જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના નારા સાથે ઉષ્માભેર સ્વાગત કરતા ચારે ભીમ સૈનિકો ગદગદિત બન્યા હતા ભીમ સૈનિકોએ ર્ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારોની જનજાગૃતિ અને સંવિધાન બચાવવા પદયાત્રા યોજી હોવાનું જણાવ્યું હતું મોડાસા શહેરના યુવા ભીમ સૈનિકોએ ચારે પદયાત્રીઓ માટે જમવા અને રોકાણની વ્યવસ્થા પુરી પાડી હતી હરિદ્વારથી મહારાષ્ટ્ર ર્ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની સમાધિ સ્થળે પદયાત્રા યોજનાર ચારે ભીમ સૈનિકોને બિરદાવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button