
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સ્થાનિક પોલિસ ઉંગતી રહી :મોડાસા ગાજણ ટોલનાકા પાસે SMC એ રેડ પાડી 10 લાખથી વધુનો દારૂ ઝડપ્યો

અરવલ્લી જિલ્લો રાજેસ્થાન બોડર પાસે આવેલ જિલ્લો છે એમાં પણ રતનપુર ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે જ્યાંથી દારૂ પસાર ન થાય તે માટે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે છતાં દારૂ ઝડપાય છે ત્યારે SMC ની ટીમે અરવલ્લી જિલ્લામાં વોચ રાખી સ્થાનિક પોલિસને ઊંઘતી રાખી ગાજણ ટોલનાકા પાસે પ્રોહી દરોડા પાડી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલિસ પર સવાલો ઉભા થયાં છે
ગત રવિવાર ના રોજ સાંજના સમયે SMC દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહી દરોડા હેઠળ રનિંગ રેઇડ કરતા અરવલી જીલ્લાના ગાજણ ટોલ નાકા પાસે અમર પંજાબી ઢાબા પાસે વોચ ગોઠવી મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ એક ટ્રકમાંથી ઘઉંના લોટની થેલીઓ ની આડમાં લવાતો દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો હતો.IMFL બોટલ્સ 8892 સાથે રૂપિયા 10,35,600/-ની કિંમતનો દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે કુલ મુદ્દામાલ રૂ. 32,62,080/-રૂપિયાના મુદામાલ સાથે બે આરોપીને દબોચી આરોપીને પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો હતા જેમાં (1) સ્વરૂપરામ અમેદરમ જાટ જિલ્લો -બાડમેર રાજસ્થાન (દારૂ ભરેલ ટ્રક નો ડ્રાઈવર) (2) રૂપરામ હસ્તરામ જાટ રહે- રામકિશન નગર, તા- સિન્દ્રી ઈનીદ્રી, જિ.- બાલોત્રા રાજસ્થાન (સફાઈ કામદાર) ઝડપાયા હતા અન્ય વોન્ટેડ આરોપીઓ જે (1) અનીશ જાટ નિવાસ – બાલોત્રા, રાજસ્થાન (દારૂ ની મુખ્ય લાઇન ચાલવનાર)
(2) રતનગઢ રાજસ્થાન ખાતેથી દારૂ નો જાથો ભરવા ટ્રક લઈ જાનાર અજાન્યો ઈસમ(ડ્રાઈવર)
(3) બરોડા ખાટે દારુ માંગવનાર અજાન્યો માનસ (4) ગોવિંદ ખેગરભાઈ સાનિયા રહે-ભરવાડ હતી, ફતેહવાડી, સરખેજ અમદાવાદ (ટ્રક નો માલિક) સામે ગુન્હો નોંધી ગણના પાત્ર પ્રોહીબીશન હેઠળ નો ગુન્હો નોંધાતા SMC ટીમ તેમજ જે.ડી.બારોટ PSI ને સફરતા હાથ લાગી હતી









