ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : નકલી નકલી…! ઇલેક્ટ્રિક ઓફિસરની નકલી ઓરખાણ આપનાર ઝડપાયો,સાયબર ક્રાઇમ ટીમે હર્નેપસિંઘ નામના સાયબર ગઠિયાને ઝડપ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : નકલી નકલી…! ઇલેક્ટ્રિક ઓફિસરની નકલી ઓરખાણ આપનાર ઝડપાયો,સાયબર ક્રાઇમ ટીમે હર્નેપસિંઘ નામના સાયબર ગઠિયાને ઝડપ્યો

અરવલ્લી : સાયબર ક્રાઇમ ટીમે વીજબિલ બાકી છે કહી 3.62 લાખ ઉસેળી લેનાર પંજાબના હર્નેપસિંઘ નામના સાયબર ગઠિયાને ઝડપ્યો

ડિજિટલ યુગ અને ઓનલાઈન બેંકિંગને પગલે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લામાં સાયબર ફ્રોડની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે જીલ્લા SP શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને પૈસા પરત અપાવવા અને સાયબર ગાંઠિયા ને ઝડપી પાડવા સતત કાર્યશીલ રહે છે શામળાજીના એક નાગરિકને તમારું વીજબીલ બાકી છે નહીં ભરતો વીજ કનેક્શન કાપવાની ધમકી આપી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી 3.62 લાખ રૂપિયા પડાવી લેનાર પંજાબના સાયબર ગઠિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ બે વર્ષ જૂના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અરવલ્લી જીલ્લા સાયબર સાયબર ક્રાઇમ સેલના પીઆઇ અમિત ચાવડા અને તેમની ટીમે શામળાજી પંથકના સુભાષ પટેલ નામના વ્યક્તિ ને વીજ બિલ બાકી હોવાનું કહી વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી વીજબીલના નામે અલગ અલગ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી 3.62 લાખથી વધુને રકમ પડાવી લેનાર હર્નેપસિંઘ ઉર્ફે હેપ્પી કર્નલસિંઘ (રહે,પિંડજસરા-પંજાબ) હોવાનું તપાસમાં બહાર આવતા સાયબર ક્રાઇમ સેલે પંજાબમાં ધામા નાખી સાયબર ગઠિયા હર્નેપસિંઘને પંજાબની ગોબીંદગઢ મંડી માંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમે કુનેહપૂર્વક બે વર્ષ અગાઉ શામળાજી પંથકમાં બનેલ સાયબર ક્રાઈમના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button