અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શિક્ષણ નગરી તરીકે ગણાતા અરવલ્લી જિલ્લામાં પણ રૂપિયાના નામે ધમધમતો શિક્ષણનો વ્યાપાર : સૂત્રો
વિધાર્થીના ઘડતરમાં શિક્ષણ એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે અને શિક્ષણને ધમધમતું રાખવા તેમજ શિક્ષણ કાર્ય શૈલી ને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓ માટે સરકાર હર હંમેશા આગર રહી છે અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તેમજ સહાયો અને શિષ્યવૃતિ પૂરી પાડી વિદ્યાર્થી તરીકે તે આગળ ભણી શકે તે માટે એને પ્રેરિત કરવામાં આવે છે પરંતુ જ્યારે એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે માત્ર ને માત્ર કાગળ ઉપર જ ચાલતું શિક્ષણ કાર્ય ત્યારે ગુજરાત રાજ્યની છબી બગડતી જોવા મળે છે વિદ્યાર્થીઓના માત્ર નામ થી ચાલતા શિક્ષણ કાર્ય સામે આવ્યું છે અને કાગળ પર જ શિક્ષણકાર્ય બોલતું હોય છે અને કહી શકાય કે હવે એક જાણીતા નવા યુગની શરૂઆત થઈ હોય તે રીતે રૂપિયા ભરો અને ઘરે બેસીને શિક્ષણકાર્ય મેળવો તેવી પ્રાઇવેટ શાળાઓ અને કોલેજોની પોલિસીઓ સામે આવતા જ અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે પ્રાત માહિતી તેમજ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે અરવલ્લી જિલ્લાની અંદર પણ જાણે કે પ્રાઇવેટ કોલેજો તેમજ પ્રાઇવેટ શાળાઓની અંદર રૂપિયા ના નામે ધમધમતું શિક્ષણકાર્ય આજે જોવા મળી રહ્યું છે અને દિવસે ને દિવસે જિલ્લાની અંદર પણ કેટલીક જગ્યાએ પ્રાઇવેટિકરણનું જોર વધી રહ્યું છે. જેમાં સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ પણ અરવલ્લી જિલ્લાની અંદર કેટલીક નામચીન પ્રાઇવેટ કોલેજો આવેલી છે અને શાળાઓ જેની અંદર માત્રને માત્ર વિદ્યાર્થીઓ પાસે ફી કરતા પણ વધુ રૂપિયા વસૂલ કરીને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અને તમામ કાર્ય અને વિદ્યાર્થીની હાજરીથી લઈ તમામે તમામ પ્રકારનું જે કોલેજ તેમજ સારા કક્ષાનું જે કાર્ય છે એ કાર્ય જે તે કોલેજો હાલ સંભાળી રહ્યા છે ત્યારે આ એક દયનિય હાલત કહી શકાય છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એક શિક્ષણની નગરી તરીકે ગણાતા અરવલ્લી જિલ્લાની અંદર દિવસેને દિવસે હવે આ ધંધો વધી રહ્યો છે ત્યારે આ બાબતે જો પ્રાઇવેટ કોલેજો અને શાળાઓમાં વિઝીલન્સ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવે તો કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકે છે અને આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવી તો શિક્ષણના નામે રૂપિયાનો ધમધમતો જે વ્યાપાર છે તેનો પર્દાફાશ થઈ શકે છે









