
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: જિલ્લા એલસીબી પોલીસે અસાલ ગામની સીમમાંથી ૧૩૫૦ લિટર બાયોડિઝલ ઝડપ્યું, એક આરોપીને દબોચ્યો,એક ફરાર

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બરવાલે જિલ્લા પોલીસ તંત્રને અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવની સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે.અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે અસાલ ગામની સીમમાંથી ગેરકાયદેશર બાયોડિઝલ ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની એલસીબીને બાતમી મળતા સર્વે નંબર ૩૩ પૈકી પ્લોટ નંબર-૯૫ માં સ્કાય બ્લ્યુ પેટ્રોકેમ એલ.એલ.પી નામની ફેક્ટરીના કંપાઉન્ડમાં ટેન્કર નંબર GJ,03,BW- 7667માં બાયોડિઝલ જેવું જવલનસીલ પ્રવાહી આશરે 1350 લિટર જેની કિંમત ૧,૦૮,૦૦૦ નો ગરે કાયદેસર લાયસન્સે રાખી મોટો આર્થિક લાભ લેવના ઇરાદે વાહનોમાં ઈંધણ તરીકે પુરવા સારું ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બેદરકારી આચરણ કરી કોઈ પણ પ્રકારની મજૂરી વગર ગે.ક.સંગ્રહ કરી વાહનોમાં ઈંધણ તરીકે પુરી બાયોડિઝલ જેવું જવલનશીલ પ્રવાહ તથા ટેન્કર મોબાઈલ ફોન વગેરે મળી કુલ કિંમત ૬,૧૮ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી આરોપી રવિ કીર્તિકુમાર પ્રજાપતિ રહે.હાલ. સ્કાય બ્લ્યુ ફેકટરી કંપાઉન્ડમાં અસાલ ગામ સીમ તા.ભિલોડા મૂળ રહે.સિંગા તા.ઇડર.જી.સાબરકાંઠા ઝડપી પડ્યા હતા અને આરોપી અમિતકુમાર જ્યંતીલાલ પટેલ રહે.વિજાપુર જી.મહેસાણા ને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









