અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગરમીમાં શેકાયું અરવલ્લી,જિલ્લા સહિત મોડાસા શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
રાજયમાં હાલ કાળજાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પરો 44 ડિગ્રીને પહોંચતા લોકોના જાન જીવન તેમજ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. અરવલ્લી જિલ્લા તેમજ મોડાસામાં ગરમીએ જોર પકડતા જિલ્લો ગરમીનો પ્રકોપમાં શેકાયો છે. કાળઝાળ ગરમીના તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સુમસામ થયા છે. મુખ્ય માર્ગો ઉપર હિટવેવના કારણે કર્ફયુ જેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળજાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે.મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયાથી રેકોર્ડ તોડતી ગરમી પડવાથી બજારો તેમજ ગામડાઓમાં કરફ્યુ જેવો માહોલ છવાઇ જાય છે.આકાશમાંથી સતત વરસી રહેલી અગનવર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છેકે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 44 ડીગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા હતા. આ વખતે અતિશય ગરમી પડવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગ તેમજ નિષ્ણાત ડોક્ટરોએ ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડા પહેરવા જણાવેલ છે જેથી ગરમીથી બચી શકાય.









