ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી : બાયડ પોલીસે કતલ ખાતે લઇ જવાતા ઘેટાં બકરાં ને બચાવ્યા પોલીસ સ્ટેશન આગળથી પસાર થતી ભરેલી ટ્રક ઝડપી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાયડ પોલીસે કતલ ખાતે લઇ જવાતા ઘેટાં બકરાં ને બચાવ્યા પોલીસ સ્ટેશન આગળથી પસાર થતી ભરેલી ટ્રક ઝડપી

બાયડ પોલીસે કતલ ખાતે લઇ જવાતા ઘેટાં બકરાં ને બચાવ્યા હતા જેમાં પોલીસ સ્ટેશન આગળથી પસાર થતી ભરેલી ટ્રક ઝડપી પાડી હતી બાયડ પોલીસે રાત્રીના સમયે પોલિસ સ્ટેશન વિસ્તારમાં  મોડાસા તરફથી આવી રહેલી ટ્રકની ઉભી રાખી ટ્રકની તલાશી કરવામાં આવી હતી જેમાં તલાશિ કરતા ટ્રક માંથી 289 ઘેટાં અને 36 બકરા ગેરકાયદેસર રીતે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર બાંધી રાખેલી હાલતમાં જોવા મળ્યા હતા વધુમાં ટ્રકમાં 289 ઘેટાં પૈકી 6 ઘેટાં મૃત્યુ પામેલી હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે બાયડ પોલિસ એ જીનવટ ભરી તપાસ કરતા આ ઘેટાં બકરાં બિન કાયદેસર રીતે ભરી આવતા બાયડ પોલીસે રૂપિયા 6,50,000/- ની કિંમતના ઘેટા અને રૂપિયા 10 લાખની કિંમતનો ટ્રક નમ્બર GJ 31 T 2195 સહીત કુલ 16,50,000/- નો મુદ્દા માલ જપ્ત કરી ઘેટાં બકરા ને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા અને બાયડ પોલીસે ટ્રક માંથી (1)માસુમ મહંમદહુસેન લીમડા (રહે.ગરીબ નવાજ આશિયાના સોસાયટી, મોડાસા) (2)રાજમલભાઈ કાલુભાઈ નનામા(રહે.લક્ષમણપુરા, સાગવાળા, રાજસ્થાન)(3) મોહનભાઇ ધુળાભાઈ નનામા (રહે.લક્ષમણપુરા, સાગવાળા, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી અને બાયડ પોલીસે ઇપીકો 429 તથા ગુજરાત પશુ સરક્ષણ અધિનિયમ કલમ 5,6(A) 8(4)તેમજ પશુ ઘાતકી પણા અધિનિયમ કલમ 11(1)(D)(B)(H) અને એમવીએક્ટ કલમ 177,192 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

 

 

[wptube id="1252022"]
Back to top button