BANASKANTHAGUJARATPALANPUR

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત ગઢ નિવાસી શ્રીમતી એમ યું પેથાણી આદર્શ પ્રાથમિક શાળા ડીસા શાળા ના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યો

25 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્ક આદર્શ પ્રાથમિક શાળા ડીસા શાળા ના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એસ.જી.એફ.આઇ. ટેકવેન્ડો રમત માં રાજ્ય કક્ષા ટુર્નામેન્ટ સુરત મુકામે યોજાઈ હતી. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન-સ્કૂલ યોજનામાં ચાલતી ગઢ નિવાસી શ્રીમતી એમ યું પેથાણી આદર્શ પ્રાથમિક શાળા ડીસા શાળા ના વિદ્યાર્થી મળી આર્યન પ્રકાશભાઈ અને રાજપૂત વત્સલ દીપકભાઈ યે ગોલ્ડ મેડલ તેમજ ખત્રી મિલિન્દ ઓમપ્રકાશભાઈ યે સિલ્વર મેડલ અને ભીલ પ્રકાશ ચમણજી, ચોહાણ તુષાર રમેશભાઈ અને નાઈ દેવ પ્રકાશ ભાઈ યે ટુર્નામેન્ટ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા ના ગૌરવ માં વધારો કર્યો છે, જે બદલ શાળા ના પી.ટી. શિક્ષક શ્રી હરેશભાઈ પવાયા, ઈશ્વરભાઈ રાવલ અને શામળભાઈ ચૌધરી તેમજ ટેકવેન્ડો કોચ પ્રકાશભાઈ ગાયકવાડ ને સમગ્ર શાળા પરિવાર એ શુભકામના પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button