
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : અમદાવાદના બુટલેગર રાજુ રાઠોડને ટેક્ષી કારમાં 34 બોટલ દારૂ આપવા નીકળેલ બુટલેગરને શામળાજી પોલીસે ઝડપ્યો
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂની હેરાફેરી પર અટકાવવામાં મહદંશે નિષ્ફળ રહ્યું છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટેક્ષી પાસીંગની અસેન્ટ કારમાંથી 25 હજારના દારૂ સહિત 3.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક ખેપિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના રાજુ રાઠોડ નામના બુટલેગરને ડિલેવરી કરવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું
શામળાજી પીએસઆઇ કે.એસ.દેસાઈ અને તેમની ટીમે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથધર્યું છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી ટેક્ષી પાસીંગની અસેન્ટ કારને અટકાવી તલાસી લેતા કારની પાછળ ડેકી અને પડખામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-34 કીં.રૂ.25220/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર દેવસિંહ લક્ષ્મણસિંહ રાજપુત( રહે, કૃષ્ણનગર,રાજીવપાર્ક-અમદાવાદ)ને દબોચી લઇ વિદેશી દારૂ તેની પાસેથી મળેલ રોકડ રકમ રૂ. 4500/- તેમજ કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.3.31/- થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર ખેરવાડાના ઠેકાવાળા અને દારૂ મંગાવનાર અમદાવાદના રાજુ રાઠોડ (મૂળ,રહે.દહેગામ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા