GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્ઝ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ *કવચવન 2023-24* નો લોકાર્પણ જલાલપોર તાલુકાના  ધારાસભ્ય આર સી પટેલના હસ્તે કરાયો હતો.

કવચવનમાં અલગ અલગ 100 પ્રકારની પ્રજાતિના કુલ  5000 રોપા નું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું. આજે એ એક નાનકડા વન માં પરિવર્તિત થયેલ છે , જેમાં અલગ અલગ 20 થી 22 પ્રકારના પક્ષીઓ અને 15 પ્રકારના પતંગિયા જોવા મળે છે  તથા અહી બેસવા માટે વન કુટીર, બાળકો માટે ક્રીડાંગણ, વડ પૂજન માટે વડ વાવેતર અને સાથે બેસવાના ઓટલા , ચાલવા માટેના વનમાંથી પસાર થતા વોલ્ક વે, ચબુતરો, ઔષધીય રોપાનું વાવેતર ,કમળ કુંડ, પૂરાણીય કૂવાનું સમારકામ કરી તેને ભાતીગળ ચિત્રોથી રંગી આકર્ષણ નું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે,આરક સીસોદ્રા ગામ અલગ અલગ 6 ગામો ને જોડતો રસ્તા ધરાવતું હોય અંહી સહેલાણીઓ કવચવન ની મુલાકાત કરતા રહે છે આ ઉપરાંત શાળા કોલેજના વિધાર્થીઓ પણ અહીં અર્બોરેટમ તરીકે કવચ વન નો ઉપયોગ કરે છે ગ્રામજનો અહીં ચાલવા માટે તથા કસરત કરવા માટે આવે છે વડીલો અહીં ગોષ્ઠિ માટે પધારે છે અને વટેમાર્ગુ અહી વિરામ કરવા બેસે છે આમ અનેક રીતે લોકો કવચવનનો ઉપયોગ કરી રહ્યા છે

આ પ્રસંગે ધારાસભ્ય આર. સી. પટેલે જણાવ્યું હતું કે દરેક ગામમાં આવું એક કવચ વન હોવું જ જોઈએ.

આ પ્રસંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગના વડા ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સૌ સાથે મળીને વૃક્ષો વાવવા જોઇએ અને તેનું જતન કરવું જોઈએ.
<span;> આ પ્રસંગે, તાલુકા પ્રમુખ શ્રી કારોબારી અધ્યક્ષ , જલાલપોર તાલુકા પંચાયતના સદસ્યો , ગ્રામ ના સરપંચશ્રી , ગ્રામજનો  વિધાર્થીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button