
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના તબીબની સોપારી આપનાર આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમ MP રવાના,પોલીસ સતર્કતાની સરાહના

મોડાસા ટાઉન PI ડી.કે.વાઘેલા અને પોલીસકર્મીઓની સતર્ક નજરથી તબીબની હત્યાની ઘટના અટકતા DG વિકાસ સહાય,રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ,SP શૈફાલી બારવાલ અને ASP કેશવાલાએ અભિનંદન આપ્યા હતા મોડાસા શહેરના આઇકોનિક બસપોર્ટ નજીક આશા હોસ્પિટલના જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની તેના મધ્યપ્રદેશ રહેતા સાઢુએ સામાજીક અણબનાવમાં કોન્ટ્રાક કિલીંગની સોપારી મંદસોરના સ્થાનીક ગુંડાને અપાતા તેને બે અલગ અલગ યુવકો પાસે તબીબ પાસે ચેકઅપ કરાવવાના બહાના હેઠળ રેકી કરાવ્યા બાદ ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બે હત્યારાઓને મોડાસા મોકલ્યા હતા નંબર પ્લેટ વગરની બાઇક પર ડોક્ટર હાઉસ નજીક આંટાફેરા મારતા બંને કિલરને પોલીસે દબોચી લીધા હતા જેમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં પોલીસે ર્ડો.અશોક ઈસરાનીની ફરિયાદના આધારે બંને હત્યારાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસાના જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની હત્યાની સોપારી આપનાર સાઢુ કમલ ચાંદનકુમાર હોતિાણી અને કોન્ટ્રાક કિલર ની સોપારી લેનાર રોહિત ગણપતલાલ રોહિતને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરી ટાઉન પીએસઆઇ સ્વામી અને તેમની ટીમને મધ્યપ્રદેશ મોકલી આપી હતી બન્ને હત્યારાની પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે









