
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની આહવા 108 એમ્બ્યુલન્સની ટીમને સિવિલ હોસ્પિટલ આહવાથી વલસાડ સિવિલ હોસ્પિટલ સુધી ડિલિવરીનો રિફર કેસ મળ્યો હતો.જેથી આહવા 108 એમ્બ્યુલન્સની ટીમ સમયસર સિવિલ હોસ્પિટલ વલસાડ માટે રવાના થઈ હતી.તે દરમિયાન ચીખલી બામણવેલ પાટિયા પાસે આશરે સમય 09:30નાં અરસામાં સગર્ભા મહિલા નામે રવિનાબેન સમાધાન ભાઈ સેવરે.ગામ-કેળને અસહ્ય પ્રસુર્તિનો દુખાવો ઉપાડતા ઇએમટી સુનિલભાઈ કુંવર અને પાયલોટ સમીરભાઈ કે સૈયદ દ્વારા108 એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ ઉપર ઉભી રાખી રવિનાબેનની એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડીલેવરી કરાવી હતી.વધુમાં માતા અને બાળકને જીવનું જોખમ હોવાથી 108 એમ્બ્યુલન્સની ટીમે તુરંત જ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રિફર કર્યા હતા.ડાંગ જિલ્લાનાં 108 એમ્બ્યુલન્સ આહવા-1ની ટીમ દ્વારા ચીખલી બામણવેલ પાટિયા પાસે એમ્બ્યુલન્સ સાઈડ ઉપર ઉભી રાખી માતા અને બાળકને નવજીવન બક્ષયુ હતુ.જેથી મહિલાનાં પરિવારજનોએ 108 ટીમનાં ઇએમટી અને પાયલોટનો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવી હતી..





