
તા.૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારો વિધાર્થીઓ જેતપુર શહેરની શાળા-કોલેજોમાં અભ્યાસ માટે આવે છે. વિધાર્થી રૂટો પર સવારે અને સાંજે જે બસો ચાલે છે તે કોઇને કોઇ કારણોસર સમયસર આવતી નથી, જેના કારણે વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ત્યારે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેતપુર નવાગામ જેતપુર રૂટની એસટી બસ અનિયમિત રહે છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર દ્વારા જેતપુર એસટી ડેપો ખાતે ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર દ્વારા લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 19. જૂન 2023 ના રોજ જેતપુર એસટી ડેપો માં મોખિલ અજુઆત કરવામાં આવી હતી કે જેતપુર નવાગામ જેતપુર રૂટ ની એસ ટી બસ અનિયમિત રહે છે તેનું યોગ્ય નિરાકરણ લાવવા અજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં બસો અનિયમિત રહે છે. જેથી ફરી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેતપુર નવાગામ જેતપુર રૂટ ની એસ ટી બસ અનિયમિત નો રહે તે બાબતે ડેપો મેનેજર ને આવેદનપત્ર આપી ને લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી તેમજ બધું માં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ આ બાબત નું નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેમજ ઉદભવ થતી પરિસ્થિતિ ના સંપૂર્ણ જવાબદાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રહેશે.









