
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર જિલ્લામાં ફૂટબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાશે
અંડર -૧૪ ભાઈઓ અને અંડર-૧૭ ભાઈઓ/બહેનો માટે સુબ્રટો ફૂટબોલ સ્પર્ધાનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને મહિસાગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ૬૨મી સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાનાર છે જેમાં ગુજરાત રાજ્યની વિજેતા ટીમો ભાગ લેવાની હોય જેને અંતર્ગત મહીસાગર જિલ્લામાં અં.-૧૪ ભાઈઓ અને અં.- ૧૭ ભાઈઓ અને બહેનોની ફૂટબોલ રમતની સ્પર્ધાનું આયોજન રાખવામા આવનાર હોય સ્પર્ધામાં ભાગ લેનાર શાળાએ પ્રી- સુબ્રતો ની વેબસાઇટ www.subrotocup.in/ પરથી રજીસ્ટ્રેશન કરી તેની નિયત ફી ભરીને તેની રશીદ અને ઓનલાઇન કરેલ અરજી શાળાના સહી સિક્કા સાથે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી,રૂમ.નં.૩,પ્રથમ માળ,અંબા માતાજી મંદિર ટ્રસ્ટ,શહેરા દરવાજા પાસે,લુણાવાડા ખાતે તા. ૦૮/૦૭/૨૦૨૩ સુધીમાં જમા કરાવવાની રહશે. સ્પર્ધાને લગતી વધુ માહિતી માટે અગાઉથી જાણ કરવામાં આવશે.








