
વિજાપુર ફતેપુરા પિલવાઈ ની અનુપમ પ્રાથમિક શાળાની શિક્ષિકા બેન નુ સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા ના ટાઉનહોલ ખાતે વાત્સલય ફાઉન્ડેશન દ્વારા ગુરૂવંદના નો કાર્યક્રમ શિક્ષણમંત્રી ડો કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં વિજાપુર તાલુકાના ફતેપુરા પિલવાઈ ગામની અનુપમ પ્રાથમીક શાળાની શિક્ષિકા બેન નુ સન્માન કરવામાં આવતા તાલુકા શિક્ષણ જગત માં ખુશીનો માહોલ ઉભો થવા પામ્યો છે શિક્ષણ જગતમાં શિક્ષક થકી વ્યક્તિ નિર્માણ,સમાજ નિર્માણ,પરીવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ થાય છે. શિક્ષકોની સરાહનીય કામગીરીને પગલે દેશ દ્વારા મોકલાયેલ ચંદ્રયાનના સફળ લેન્ડીંગ કર્યું છે વિદ્યાર્થીઓ ના ઘડતર માં સૌથી વધુ ફાળો શિક્ષક નુ હોય છે આ પ્રસંગે શિક્ષણમંત્રી ડીંડોરે જણાવ્યું હતું કે શિક્ષણ જગત માં શાળમાં ભણતા બાળકો ના ઊજવ્વલ ભવિષ્ય ના ઘડતર માટે શિક્ષક નો મુખ્ય ફાળો રહેલો હોય છે મહેસાણા જિલ્લાએ એફ.એલ.એન પ્રોજેક્ટ થકી કરેલ ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રએ નોંધ લઇ એવોર્ડ મેળવ્યો છે જે જિલ્લા માટે અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોએ નૈતિક ફરજ બજાવી રહ્યા છે જેના પગલે આજે ગુજરાતને ઉત્તમ શિક્ષણ મળી રહ્યું છે તેમજ મહાનુંભાવો દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના 141 જેટલા શિક્ષકોને સન્માનીત કરવા સહિત 10 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજવામાં આવ્યા હતા જેમાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોર ના વરદ હસ્તે ફતેહપુરા(પીલવાઈ ) ની અનુપમ પ્રાથમિક શાળા ના શિક્ષિકા બેન વિરલબેન વિષ્ણુ ભાઇ પ્રજાપતિને શ્રેષ્ઠ શિક્ષક સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતુ આ શિક્ષણ સન્માન કાર્યક્રમમાં જિલ્લાના તાલુકાઓ ના 10 જેટલા શિક્ષકોનો પણ સન્માન માટે સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુરૂ વંદના કાર્યક્રમ માં શિક્ષણ મંત્રી કુબેરભાઈ દ્રારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન પત્ર એનાયત શિક્ષકો ને કરાયા હતા આ પ્રસંગમાં શારદાબેન પટેલ સાંસદ મહેસાણા લોકસભા, રૂપેશભાઈ પટેલ – બિલ્ડર શ અમદાવાદ, કિરીટભાઈ પટેલ – દેવગઢ, ગીરીશભાઈ રાજગોર પ્રમુખ બી.જે.પી.મહેસાણા પાટીદાર યુથ ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ તેમજ 151 જેટલા શિક્ષકો તેમજ વિદ્યાર્થી અને વાલી સાથે મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા.હતા





