
જંબુસર તાલુકા ના કાવી પોલીસ મથક ના વાર્ષિક ઈન્સપેકશન અર્થે જંબુસર ડીવીઝન ના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી કાવી પોલીસ મથકે પધારતા તેઓ ને કાવી પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સપેક્ટર વૈશાલી આહીર ધ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ.ત્યારબાદ પોલીસ મથકે યોજાયેલ લોકદરબાર મા પોલીસ મથક વિસ્તાર ના ગ્રામજનો સાથે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી એ ચર્ચા વિચારણા કરી હતી.લોકદરબાર બાદ વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી એ સીગામ ગામ ની તથા કાવી ગામ ખાતે દલિત મહોલ્લા ની મુલાકાત લીધી હતી.તેઓ સાથે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર મુલાકાત દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]





