
22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે તારીખ ૨૦-મ૨૦૨૪ના રોજ વાર્ષિકોત્સવ અંતર્ગત “નવરંગ” કાર્યક્રમ 20 ફેબ્રુઆરી એ યોજવામાં આવ્યો હતો. કોલેજના ઓપન એર થીએટરમાં યોજાયેલા કાર્યક્રમમાં સાયન્સ એન્ડ કોમર્સ વિદ્યાશાખાના ૮૦૦થી વધારે વિદ્યાર્થીઓ તથા તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે ઉત્સાહભેર લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવા આવી હતી. બે ભાગમાં વહેચાયેલા કાર્યક્રમના પ્રથમ ભાગમાં વર્ષ દરમિયાન સ્પોર્ટસ, એન.સી.સી.,એન.એસ.એસ. યુવક મહોત્સવ, ગુજરાત સરકારની G-૨૦(જ્ઞાન ક્વીઝ સ્પર્ધા) વગેરે સ્પર્ધા અને ઈવેન્ટ્સમાં યુનીવર્સીટી કક્ષાએ, રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને કોલેજને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ તથા ચાલુ વર્ષમાં G-SET પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગરે પ્રાસંગિક ઉદબોધન કરી ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓને ભવિષ્યની પ્રેરણા મળી રહે તે માટે ફીઝીક્સ ડીપાર્ટમેન્ટ હેડ ડૉ. આર.જે. પાઠકે પ્રસંગોપાત અભીપ્રેરક પ્રવચન આપ્યું હતું. ઉપરાંત કલ્ચરલ કમિટીના કન્વીનર તથા સમગ્ર કાર્યક્રમના આયોજક ડૉ.એસ.આઈ. ગટીયાલા, પ્રો. એસ.એન. જયસ્વાલ, ડૉ. જી.ડી.આચાર્ય, ડૉ. એમ.કે. પટેલ, ડૉ. અનિલ પરમાર, ડૉ. સાલેહા મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના બીજા ભાગમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકગીતો,ફિલ્મી ગીતો, સોલો ડાન્સ તથા ગ્રુપ ડાન્સ, ગરબા, કોમેડી નાટક, ડાયરો વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ધ્રુવ પંડ્યા તથા પ્રો. વિજય પરમારે કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો. આર.ડી. વરસાતે સૌનો આભાર માની અને રાષ્ટ્ર ગાનને સન્માનિત કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.