
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા – ૨૬ : માંડવી તાલુકાના બિદડા ગામમાં છેલ્લા બે ત્રણ મહિના થી ખોટી પ્રવૃત્તિઓ માજા મૂકી છે ત્યારે બિદડા ગામમાં યંત્ર ઉપર(ચકલી પોપટ)નામની જુગાર ની રમતો ચાલુ થઈ ગઈ છે તેમાં નાનાં મધ્ય વર્ગ નાં લોકો હજારો રૂપિયા હારીને પોતાની કમાવેલ રકમ દાવ પર લગાવી ને રૂપિયા ની વેડ ફેલ કરે છે બિદડા ગામ થી પાંચ કિલોમીટર ઉપર કોડાય ચોકડી પાસે પોલીસ સ્ટેશન આવેલું છે.સાથે બિદડા ગામમાં પોલીસ થાણું પણ આવેલું છે છતાં પણ ખુલે આમ યંત્ર ઉપર (ચકલી પોપટ).નામની જુગાર નાં અડઓ ધમધમાટ ચાલી રહ્યાં છે તો આ કોની મીઠી નજર હેઠળ ચાલતા જુગારધામ ના અડાઓ છે તે એક વિચારવા જેવું છે.
બિદડા ગામના લોકો કાળ મજુરી કરી ને કમાતા તેની રકમ સંપૂર્ણ યંત્ર ઉપર ચકલી પોપટ નામની જુગાર પર તમાંમ રકમ દાવ ઉપર લગાવી દેતાં કમાવેલ રકમ હારી જતા ઘરમાં બોલા ચાલી થતી હોય છે.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક એલસીડી ટીવી પર યંત્ર આવે છે તે યંત્ર ઉપર હાર જીતનાં દાવ લગાવામાં આવી રહ્યા છ.યંત્ર ઉપર ચકલી પોપટ નામની જુગારધામ ધમધમતું નજરે પડે છે.પણ ખાખી ની આજ સુધી આખ બંધ છે કે શુ ખાખી કાર્યવાહી કરવા કોની રાહ જોઈ રહી છે અને આ જુગારધામ નાં ધમધમતા અડાઓ કોની મેહરબાની થી ચાલી રહ્યાં છે તેવાં ગ્રામજનો પણ જણાવી રહ્યા છે અને ખાખી ક્યાંરે રેડ પાડીને આ જુગારધામ બંધ કરાવશે.સાથે ગામના લોકો જણાવી રહ્યા છે કે આ જુગારધામ બંધ નહીં થાય તો અમે આઈજી સાહેબ ની કચેરી પર ધામા નાખશું તેવી વાત ગામની જનતા જણાવી રહીં છે.
બિદડા ગામમાં ઘર માટે કે નાનાં વ્યવસાય માટે વિજળી મીટર નથી મડતુ બિદડા ગ્રામ પંચાયત દ્વારા લાઈટ કનેક્શન માંટે દાખલો આપવામાં આવતું નથી ત્યારે યંત્ર ઉપર રમાતી ચકલી પોપટ નામની જુગાર ધામ એક પતરાની બનાવેલ કેબિન માં લાઈટ ક્યાં થી આવી તે પણ જાણવા જેવું છે તો સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુરતડી માં લગાવેલા પંચાયત નાં મીટર માંથી લાઈટ મેળવી ને જુગારધામ માં લાઈટના અજવાળે હાર જીત નાં દાવ ચાલી રહ્યાં છે.તો પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવું ગણાય લોકો જણાવી રહ્યા છે.










