
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ગત રોજ તા.૧૧/૬/૨૦૨૪ ના રોજ બપોરના ૩ કલાકે ઉમરેઠ બાર વકીલ મંડળના વકીલશ્રીઓની તાકીદે મીટીંગ મળેલ હતી, જેમાં ઉમરેઠ સીવીલકોર્ટમાંથી ફેમીલીને લગતા કેસો સરકારના તથા નામ.ગુજરાત હાઈકોર્ટના પરીપત્રથી આણંદ ટ્રાન્સફર કરવા સામે વિરોધ કરવા તમામ વકીલશ્રીઓ એકત્ર થયેલ હતા કારણકે ફેમીલીને લગતા કેસો આણંદ ફેમીલી કોર્ટમાં લઈ જવાથી અસીલો અને વકીલોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે, વધુ ખર્ચ થાય, સમયનો વ્યય થાય વિગેરે તકલીફો ઉપસ્થિત થાય તેમ છે માટે તમામ વકીલશ્રીઓ સદર પ્રશ્ને એકમત અને એકજુથ થઈ ફેમીલીને લાગતા કેસો આણંદ ફેમીલી કોર્ટમાં લઈ જવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો અને તમામ વકીલશ્રીઓના મંતવ્યો મુજબ ઉમરેઠ બારના તમામ વકીલશ્રીઓએ નક્કી કરેલ કે આગળના કાર્યક્રમ વિશે નિર્ણય લઈ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. જે તમામ બારના વકીલશ્રીઓ સર્વસંમતિથી ગતરોજ હાજર રહી સહીમતુ કરેલ છે.
ગતરોજની મીટીંગમાં હાજર રહેલા તમામ વકિલમિત્રોએ નક્કી કરેલ કે જો અમારી માંગણી સંતોષવામાં નહીઆવે તો ઉમરેઠ કોર્ટના તમામ વકીલશ્રીઓ કોર્ટના તમામ કામકાજથી અચોકકસ મુદત સુધી અળગા રહેશે જે ગતરોજ મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લીધેલ છે. આમ,આજરોજ થી ઉમરેઠ બારના તમામ વકીલમિત્રો કોર્ટના તમામ કામકાજ થી અચોક્કસ મુદ્દત સુધી અળગા રહેશે.