TANKARA:ટંકારા-લતીપર રોડ પર ખાનગી બસે રાહદારી વૃદ્ધાને હડફેટે મોત

ટંકારા-લતીપર રોડ પર ખાનગી બસે રાહદારી વૃદ્ધાને હડફેટે મોત
ટંકારા-લતીપર રોડ પર ખાનગી બસે રાહદારી વૃદ્ધાને હડફેટે લઈ ટાયરનો જોટો ફેરવી દેતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મૃતક વૃદ્ધાના પુત્ર શામજીભાઇ ડાયાભાઇ પંચાસરાએ ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.૦૭/૧૨/૨૦૨૩ ના સવારના સાડા દસેક વાગ્યાના સુમારે તેમના શામજીભાઇના માતા ટંકારા- લતીપર રોડ પર આવેલ દયાનંદ હોસ્પીટલ સામે રોડની બાજુમાં ચાલીને જતા હતા.
એ વખતે આરોપી બસ નંબર- GJ05BT-9554નો ચાલક પુરઝડપે આવ્યો હતો. રોડની બાજુમા ચાલીને જતા શામજીભાઈમાં માતાને હડફેટે લઇ પછાડી દઇ બસના પાછળનો જોટા શરીર પર ફેરવી દેતા શામજીભાઈના માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધા અને મૃત જાહેર કર્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી








