આનંદ પરિવાર દ્વારા સદરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મેડલ તથા ઇનામ વિતરણ કરાયા

21 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આનંદ પરિવાર દ્વારા ડીસા તાલુકાની ૬૧ પ્રાથમિક શાળાઓમાં સંસ્કાર શાળા બનાવવા માટે એક ભવ્ય માનવ સ્પર્ધા ચાલી રહી છે જેમાં ધોરણ – ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને ભવ્ય માનવ કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાંથી ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થીની રોશનીબેન દિનેશભાઈ પરમારને ગોલ્ડ મેડલ, મિત્તાબેન વલમસિંગ ઠાકોર ને સિલ્વર મેડલ, ધોરણ – ૬ના વિદ્યાર્થી સોલંકી દલપતસિંગ વનરાજસિંગ ને સિલ્વર મેડલ, ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર વિશ્વાસ કમશીભાઈ ને બ્રોન્ઝ મેડલ, ધોરણ – ૫ ના વિદ્યાર્થી સોલંકી સંજયસિંગ ચંપુસિંગને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતા તથા ધોરણ – ૫ થી ૮ ના ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ભવ્ય માનવ બનવાના નિયમો વાળી સાપસીડી ની રમતવાળા રાઇટીંગ પેડ ભેટમાં આપવામાં આવ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમમાં સદરપુર ગામના સરપંચ શ્રી વનરાજસિંગ બબુજી સોલંકી, ઉપસરપંચ શ્રી ગૌતમભાઈ છત્રાલિયા, પંચાયતના સભ્ય શ્રી જયંતીભાઈ ધુડાભાઈ પરમાર તથા પ્રકાશભાઈ રેવાભાઇ પરમાર શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર સુતરીયા તથા ડીસા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા તથા શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી, આનંદ પરિવારના સભ્યો તથા શાળાના તમામ શિક્ષકોની ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્તે ભેટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિનોદ બાંડીવાળા





