
પરમગુરુ પાઠશાળા – સારસા માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ.
તાહિર મેમણ : આણંદ – 02/03/2024- પાઠશાળા માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . તેમાં આણંદ તાલુકા બીટ નીરીક્ષક શ્રી સંજયભાઈ જોષી પરમગુરુ પાઠશાળાના ડાયરેકટર શ્રી મહેશભાઈ પટેલ પાઠશાળા ના ડાયરેક્ટર અંકિતભાઈ પટેલ તથા સંસ્થાના સુપરવાઇઝર વિજયભાઈ પંચાલ આ મહાનુભાવોએ રીબિન કાપી અને દિપ પ્રાગર્ટય કરી ને આનંદમેળા ને ખુલ્લો મુક્યો હતો. પી.ટી.સી કોલેજ તથા કે. જી. ધોરણ – ૧ થી ૧૨ ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમા ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાણીપુરી, બટેકા ભૂગળા, ભેળ, લસ્સી, છાસ, એ રીતે ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થીઓ ઘરેથી બનાવિને લાવ્યા હતા. ૯૩ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. મહેમાન શ્રીઓએ દરેક સ્ટોલ પર ફરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના આચાર્ય અસ્મિરા વોરા, પ્રાથમિક વિભાગના આચાર્ય ઉન્નતી બેન પટેલ તથા સુરેશભાઈ પરમાર હાયર સેકન્ડરી વિભાગના આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પી.ટી.સી કોલેજના આચાર્ય રશેષભાઇ ઉપાસની તથા શિક્ષકશ
ઓ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને સફળતા અપવવા ઉત્સાહ પ્રેરવામાં આવ્યો હતો. આ રીતે આનંદ સાથે આનંદ મેળો પૂર્ણ કરવામા આવ્યો હતો.