GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણના બલદાણા ગામે ગુજરાત ગેસ લિમિટેડના CNG સ્ટેશન ખાતે ઓફસાઈટ મોક એક્સરસાઇઝ યોજાઈ.

તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે આવેલા ગુજરાત ગેસના સી.એન.જી.સ્ટેશન પાસે લીંબડી સાયલા નેશનલ હાઈવે પર ઊચ્ચ દબાણે ભરેલા કુદરતી ગેસનું વહન કરતી એમ.સી.વી તથા પેટ્રોલ ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ગેસ લીકેજ અને પેટ્રોલનું લીકેજની ઘટના બની હતી. બાદમાં આગ પકડી લેતા આ ઘટના મોટી હોનારતમાં પરીણમી હતી જે અંતર્ગત ગુજરાત ગેસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ પર કાબુ ન મળતાં ઓફસાઇટ ઇમરજન્સી ડિકલેર કરીને વહીવટી તંત્ર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ તથા કલેકટરને જાણ કરવામાં આવી હતી ગુજરાત ગેસની ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો બાદમાં જિલ્લા વહીવટી તંત્ર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસ, સુરેન્દ્રનગર તથા ગુજરાત ગેસ દ્વારા આ ઘટનાને મોક એક્સરસાઇઝ જાહેર કરવામાં આવી હતી આ પ્રકારની જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના કે ઇમરજન્સી પરિસ્થિતિ આવે ત્યારે દરેક વિભાગ હાજર રહી પોતાની કામગીરી સમયસર કરી જાન-માલનો બચાવ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર, કલેક્ટર ઓફિસ સુરેન્દ્રનગર ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસ સુરેન્દ્રનગર તથા ગુજરાત ગેસ દ્વારા આ મોક એક્સરસાઇઝનુ આયોજન કરવામાં આવ્યું હતું આ મોક એક્સરસાઇઝમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડીપીઓ નિલેશ પરમાર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે એસ આદેશરા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એચ.ડી.સોનારા, વઢવાણ પીએસઆઇ સી એ એરવાડીયા, એસઓજી પીએસઆઇ ડી.કે.સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એમ આર ગોહીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button