AHAVADANGGUJARAT

ડાંગ: સાકરપાતળ ગામ નજીક પ્લાસ્ટિક ફાઈબરનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પામાં આકસ્મિક આગ લાગી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા જતા માર્ગના સાકરપાતળ ગામ નજીક પ્લાસ્ટિક ફાઈબરનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આજરોજ નવસારી તરફથી પ્લાસ્ટિક ફાઈબરનો જથ્થો ભરી મહારાષ્ટ્રમાં જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.21.વાય.3177 જેમા વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક એકાએક શોર્ટ સર્કીટનાં પગલે આકસ્મિક આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.સ્થળ પર આઈસર ટેમ્પામાં એકાએક આગની જ્વાળાઓ ફાટી નીકળતા ચાલક અને ક્લીનર બહાર નીકળી ગયા હતા.જ્યારે આ બનાવનાં પગલે માર્ગમાંથી પસાર થઈ રહેલ વાહનચાલકોએ પણ પોત પોતાના વાહનોને દૂર પાર્કિંગ કર્યા હતા.જોકે સ્થળ પર ટેમ્પો સહિત સામાનનો જથ્થો બળીને ખાખ થઈ જતા જંગી નુકસાન થયુ હતુ.આ બનાવની જાણ તંત્રને થતા તેઓએ ફાઈર વાહનને સ્થળ પર મોકલી આગને કાબુમાં લીધી હતી.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button