GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં ફેક કોલ, OTP ના માધ્યમથી, લોભામણી જાહેરાતો, નોકરી ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ વગેરે દ્વારા છેતરપીંડીથી સાવધાન રહેવું - જિલ્લા પોલીસ વડા

તા.15/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ કાર્યક્રમમાં ફેક કોલ, OTP ના માધ્યમથી, લોભામણી જાહેરાતો, નોકરી ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ વગેરે દ્વારા છેતરપીંડીથી સાવધાન રહેવું – જિલ્લા પોલીસ વડા

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાતમાં વિવિધ અલગ અલગ રીતે થતા સાયબર ફ્રોડ બાબતે ગુજરાતના તમામ જીલ્લાઓમાં પબ્લિકને જાગૃત કરવા સારૂ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા સુચના કરેલ હોય જે સુચના આધારે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ રેન્જના જીલ્લાઓમાં સાયબર ફ્રોડ બાબતે પબ્લીકમાં જનજાગૃતિ લાવવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યા નાઓએ જીલ્લા કક્ષાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી જેમા સાયબર ક્રિમનલ્સ દ્વારા ભારત દેશમાં અલગ અલગ એમ.ઓ.થી જેવી કે ફેક કોલ, ઓ.ટી.પી.ના માધ્યમથી, લોભામણી જાહેરાતો, નોકરી ફ્રોડ, પેન્સીલ જોબ ફ્રોડ, નેકડ વિડીયો કોલ ફ્રોડ, ઇલેકટ્રીકસીટી બીલ પેયમેનટ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ વગેર ધ્વારા છેતરપીંડી કરવામાં આવતી હોય જેથી તે બાબતે સાવચેત રહેવા અને બેન્કની કે પોતાની કોઇ અંગત માહીતી કોઇપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર નહી કરવા જાણકારી આપવામાં પબ્લિકને અપીલ કરવામાં આવે છે તેમજ 115 અવેરનેશ પ્રોગ્રામ કરેલ છે જેમાં કોઇ સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત જ ટોલ ફ્રી નંબર-૧૯૩૦ ઉપર ફોન કરી અથવા www.cybercrime.gujarat.gov.in ઉપર લોગીન કરી ફરીયાદ કરવા અપીલ કરવામાં આવી આવા સાયબર ફ્રોડના કિસ્સાઓમાં જો ઝડપથી હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરવામાં આવે તો સામાવાળાનું એકાઉન્ટ ફ્રીઝ થવાના તથા ગયેલ રકમ પરત મળવાની શક્યતાઓ ઘણી રહેલી છે સમગ્ર ભારત દેશમાં જાન્યુઆરી-૨૦૨૪ થી મે-૨૦૨૪ સુધી કુલ-૫૦૩,૯૧,૨૮,૪૭૮ નું ફ્રોડ થયેલાનુ ધ્યાને આવેલ છે.મ ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ૦૫/૨૦૨૪ સુધીમાં ૯૭૪ નાણાકીય ફ્રોડની અરજીઓ મળેલ છે જેમાં કુલ ફ્રોડ રૂા.૩૭૩૪૫૧૨૧ નું થયેલ જેમાં રૂ.૫૭૭૦૬૫૬ આરોપીઓના બેન્કમાં ફ્રીઝ કરવામાં આવેલ છે જે તમામ ફ્રીજ રકમ અરજદારઓને નામદાર કોર્ટ મારફતે લોક અદાલત યોજી પરત અપવવાની કાર્યવાહી ચાલુ છે આમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ધ્વારા જિલ્લાની જનતાને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સાયબર ફ્રોડ બાબતે જાગૃત થવા અને સુરક્ષીત રહેવા અપીલ કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button