સુરેન્દ્રનગર જિલ્લામાં મંગલ ભવન ખાતે સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કાર્યક્રમ યોજાયો હતો.

તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પીઆઇ એચ જે ભટ્ટ સાહેબ તથા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે બી વિહોલ સાહેબના ઓની સૂચના મુજબ આજ રોજ આગામી આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન સન્માન આપવા મહિલાઓની શક્તિને ઉજાગર કરવા તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે મંગલ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સાયબર સેફટી તેમજ મહિલા પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર દ્વારા સ્ટોલ કરી અને કાર્યક્રમમાં આવનાર મહિલાઓ તેમજ તમામ લોકોને સાયબર ક્રાઇમ વિશે તેમજ મહિલાઓને લગતા કાયદાઓ શી-ટીમ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યો હતો તેમજ 181 મહિલા હેલ્પલાઇન તેમજ પીબીએસસી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરો પણ હાજર રહી મહિલાઓને તે અંગેની માહિતી આપવામાં આવી અને 300 થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો.





