DASADAGUJARATSURENDRANAGAR

પાટડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકીય તથા બિન રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ કાર્યક્રમમાં રાજકીય તથા બિન રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયા દ્વારા જિલ્લાના
પોલીસ મથકોમાં વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પાટડી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન પાટડી પોલીસ મથક ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જે યોજાયેલા લોક દરબારમાં રાજકીય તથા બિન રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબાર દરમ્યાન ટ્રાફિક અવેરનેશ માટે ટ્રાફિક ડ્રાઈવ કરી જેમાં ખાસ કરીને શાળામાં ભણતા કિશોરો દ્વારા મોટરસાયકલ ચલાવવામાં આવી રહ્યા છે જેઓની ઉંમર પુરી ન હોવા છતાં
ટુ વ્હીલર લઈને બેફામ નીકળતા હોય તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી, ઘેરથી કહ્યા વિના પ્રેમીઓ સાથે ભાગી જતી યુવતીની માત્ર અરજી જ લેવામાં આવે છે તેવો પ્રશ્ન રજૂ કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પાટડી પીએસઆઈને સૂચના આપી ગુન્હો દાખલ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ટ્રાફિક અવેરનેશ કરી સગીર વયના મોટર બાઇક ચાલકના વાલી વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી તથા થોડા મહિનાઓ પહેલા પાટડી નગરમાં ઝડપાયેલા દેશી દારૂના અડ્ડાની માહિતી માંગતી અરજી સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી આ તમામ રજૂઆતો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સાંત્વના જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી આ લોક દરબાર દરમ્યાન એકઠા થયેલા રાજકીય પાર્ટીના આગેવાનો હાજરી હોવાથી આદર્શ આંચાર સાહિતાનો ભંગ થતો હોવાનું જણાવ્યું હતું આથી સર્કલ પીઆઇ દ્વારા ફોટો વિડિઓ કેપ્ચર કરવાથી રોકવામાં આવ્યા હતા જો આચાર સાહિતાનો ભંગ થતો હોય તો રાજકીય આગેવાનો સહિતનાને ઉપસ્થિત રાખી લોકદરબારનું આયોજન શા માટે કરવામાં આવ્યું હશે ? કાયદાના રક્ષક દ્વારા જ નિયમોનું પાલન શા માટે નહીં કરવામાં આવ્યું હોય તેવા પ્રશ્નો ઉપસ્થિત થવા પામ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button