ARAVALLIBAYADGUJARAT

બાયડ તાલુકાના વાત્રક ધારેશ્વર મંદિર ખાતે ઇન્ટરનેશનલ મીલેટ્સ ડે નિમિત્તે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વિચારો અને માર્ગદર્શન થી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે
બાયડ તાલુકાના વાત્રક પાસે ધારેશ્વર મહાદેવ ખાતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા કક્ષાનો કૃષિમેળો.
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ખેડૂતોમાં મીલેટ્સ (બરછટ ધાન્ય ) ના ઉત્પાદન અને તેના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે તથા આધુનિક કૃષિ તંત્રિક્તા અને નવીનતમ સાધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે ખેતીવાડી શાખા દ્વારા કૃષિમેળા નું આયોજન કરવામાં આવ્યું.
આ કૃષિમેળા માં બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન પટેલ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તાલુકા કક્ષા ના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મેળામાં 1000 ઉપરાંત ખેડૂતોએ ભાગ લીધો હતો

[wptube id="1252022"]
Back to top button