
ઝઘડિયા તાલુકાના સારસા નજીક રેતી ભરેલ હાઈવા ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો .

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક સરદાર પ્રતિમાને જોડતા રાજ્ય ધોરીમર્ગ પર રેતી ભરેલ પૂરપાટ ઝડપે દોડી આવતા હાઇવા ટ્રક અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો, આજરોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં બનેલા આ બનાવમાં સ્થળ પરથી જાણવા મળતી માહિતી મુજબ હાઇવા ચાલક ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જઈ રહ્યો હતો તે સમયે સારસા ગામ પાસે ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણો સર હાઇવા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, પૂરપાટ ઝડપે દોડી આવતા હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચરઘા વાળીગયું હતું, જેથી ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું હતું, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી
[wptube id="1252022"]








