હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જગ્યાઓ વરસાદ પડયો હતો ત્યારે નસવાડી તાલુકામાં પણ ગઈ કાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સાંજના સમયે વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે સાથે વરસાદ પડ્યો હતો ભર ઉનાળે વરસાદ પડતા તલ,મકાઈ,બાજરી,કપાસના તેમજ અન્ય પાકોને નુકસાન થયું હતું જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હતું.ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હતો.ત્યારે જગતનો તાત કહેવાતો ખેડૂત ફરી મુશ્કેલીમાં મુકાયો છે.મોંઘા ભાવના બિયારણ દવા ખાતર દેવું કરીને ખેડૂતોએ ખેતી કરી હતી.હાલતો સરકાર સર્વે ટીમ બનાવી સર્વે કરાવે અને ખેડૂતોને નુકશાનનું વળતર ચુકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.oplus_0oplus_0oplus_0