
તા.૧૧.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ માંચી ખાતે ચાચર ચોકમાં યાત્રિકોના વિશ્રામ માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટીર આથી એક સપ્તાહ પહેલા એક કુટીર ધરાશાય થતા એક મહિલાનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય આઠ લોકોને ઈજાગ્રસ્ત થતાં ચકચાર મચી જવા પામી હતી.એ વાત હજુ સમાઈ નથી ત્યારે આજે ધળતી સાંજે ફરી એક વિશ્રામ કુટીર ધરાશાય થતા ચાચર ચોકમાં ભાગદોડ મચી ગઈ હતી.જોકે વિશ્રામ કુટીર ધરાશાય થયા બાદ બાકીની વિશ્રામ કુટીર ને કોર્ડન કરી તે વિશ્રામ કુટીર નો ઉપયોગ ન કરે એ માટે તેના પર એસઆરપી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવતી હતી.જેને લઇ આજે એ વિશ્રામ કુટીર નીચે કોઈ યાત્રિકો ન હોવાને લઈ કોઈ યાત્રિકોની જાનહાની થવા પામી નથી.યાત્રાધામ પાવાગઢ ખાતે આથી એક સપ્તાહ પહેલા માંચીના ચાચર ચોકમાં યાત્રિકોનાં વિશ્રામ માટે બનાવવામાં આવેલી એક વિશ્રામ કુટીર ધરાશાય થયા હોવાની દુર્ઘટના બની હતી.જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય આઠ યાત્રિકોને ઇજાઓ થવા પામી હતી.આ બનાંવને લઇ વહીવટી તંત્ર સજ્જ બની બનાવવામાં આવેલી વિશ્રામ કુટીરો સક્ષમ છે કે કેમ તેમજ ધરાશાય થયેલ વિશ્રામ કુટીર નાં પથ્થરો નું પૃથકરણ કરવા માટે ગેરી કચેરીની ટીમે ઘટના સ્થળે પહોંચી ધરાશાય થયેલી વિશ્રામ કુટીર નાં પથ્થરો તેમજ તેમાં વપરાયેલા સર સામાનનું પૃથકરણ માટે સેમ્પલો લઇ જવામાં આવ્યા હતા.તેમજ બાકીની કુટિરો માં કોઈ યાત્રિકો તેનું ઉપયોગ ન કરે તે માટે તે ફૂટીરોને કોર્ડન કરી તે કુટીરનો કોઈ ઉપયોગ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સદ ભાગ્યે તે કુટીરોમાં કોઈ યાત્રિકો બેઠા ન હોવાથી આજે ધળતી સાંજે ફરી એક કુટીર ધરાશાય થતા દુર્ઘટના થતી અટકી હતી.જો વહીવટી તંત્ર એ આવા પગલાં લીધા ન હોત તો આજે ફરી એક દુર્ઘટના બની હોત.એક સપ્તાહ પહેલા જ એક વિશ્રામ કુટીર ધરાશાય થતા દુર્ઘટના બની હતી.જ્યારે આજે ફરી એકવાર બાજુમાં જ આવેલી એક કુટીર ધરાશાય થતા કરોડોના ખર્ચે થયેલા કામોમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.શું ખરેખર આ થયેલા કામોમાં ગોબાચારી થઈ હોવાનું સ્પષ્ટ પણે જનાઈ રહ્યું હોવાનું ચર્ચાએ જોર પકડયું છે.જ્યારે ઢળતી સાંજે ફરી એકવાર બીજી વિશ્રામ કુટીર ધરાશય થયા બાદ તંત્ર દ્વારા બાકી રહેલી વિશ્રામ કુટીરોને ઉતારી લેવાની કામગીરી મોડી સાંજે શરુ કરતા ઉતારી લેવાની કામગીરી દરમ્યાન કુટીર ધરાશય થતા ચાર કામદારો તેમાં દબાઈ ગયા હતા.તેઓ ને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જે પૈકી ત્રણ વિવેકભાઈ પંડિત, રામબીર ચોબસિંગ બનજારા, રવીકુમાર કાલીચંદ રાજપૂતને વધુ ઇજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જયારે એક કાન્હા સૂર્યપાલ ઝાટ ને સામાન્ય ઇજા હોવાથી તેની સારવાર કરી રજા આપવામાં આવી હતી. બનાવ ને પગલે હાલોલ પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.