GUJARATKUTCHMANDAVI

કચ્છમાં હીટવેવ તથા ગરમીના વાતાવરણ વચ્ચે મતદારોની સુવિધા માટે મેડીકલ ટીમ મતદાન મથકોમાં ખડેપગે સેવારત રહી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી,તા-07 મે  :- કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ ચાલી રહેલી મતદાનની પ્રક્રિયા દરમિયાન હીટવેવ તથા ગરમીના માહોલમાં મતદારોની સુવિધા માટે ખાસ આરોગ્યની ટીમ મેડીકલ કીટ સાથે દરેક બૂથ પર મૂકવામાં આવી છે. આ મેડીકલ ટીમોએ મતદારોને જરૂર પડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સજ્જતા સાથે ઓ.આર.એસ તેમજ સામાન્ય બીમારી માટેની દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ કરાવી હતી. લોકશાહીના પર્વમાં આરોગ્યકર્મીઓએ પણ સેવાની સુવાસ પ્રસરાવીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button