AHAVADANGGUJARAT

Dang: આહવાથી માળુંગા જતી બસ બોરખલ ગામે થઈ બ્રેકડાઉન 84 મુસાફરો થયા હેરાન પરેશાન..

મદન વૈષ્ણવ ‘એસ.ટી. અમારી સલામત સવારી’ સુત્રને આહવા બસ ડેપોના વહીવટી તંત્રએ સલામત રહેવા દીધી નથી.સરકાર મુસાફરોની સુવિધા માટે બને તેટલા પ્રયાસો કરી રહી છે. પરંતુ ડાંગ જિલ્લામાં કંઈક અલગ વાસ્તવીકતા દેખાઈ રહી છે. આહવા બસ ડેપોના કર્મચારીઓ પર અને બસની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.છેવાડે આવેલ ડાંગ જિલ્લાના આહવા ડેપોની બસોની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે.તા. ૧૧/૧૨/૨૦૨૩ ના સાંજનાં સમયે GJ-18-Z-2924 બસ આહવાથી માળુંગા રાત્રી રોકાણ માટે જતી બસનો રેડિયેટરનો પાઈપ ફાટી જવાથી બસ બોરખલ ગામે બ્રેકડાઉન થવા પામી હતી. બસમાં અંદાજે ૮૪ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા‌. જેથી સાંજના સમયે આહવા ડેપોના કર્મચારીઓના આશીર્વાદથી મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જેથી આહવા બસ ડેપોના વહીવટી તંત્ર પર મુસાફરોએ ભારે રોસ ઠાલવ્યો હતો. અને તેમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.જેથી એસટી વિભાગ સમયસર બસોની મરામત કરે તેવી માંગ ઉઠવા પામી છે..

[wptube id="1252022"]
Back to top button