
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ
માડવી ,તા-16 મે : ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની ચૂંટણી-2024 દરમિયાન.ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દરેક જીલ્લામાં માન. જીલ્લા કલેકટરશ્રી ની મુલાકાત કરી મતદાર જાગૃતિ માટે બનાવવામાં આવેલા સ્ટિકરો તથા પત્રિકાઓ આપી જીલ્લા/તાલુકા/ક્લસ્ટર તથા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સોસાયટીઓમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વ્યાપકપણે અભિયાન હાથ ધર્યું હતું. સંગઠનના હોદેદારો તેમજ સભ્યો સાથે હાથ ધરાયેલા મતદાર જાગૃતિ અભિયાન માં ગુજરાતના તમામ જીલ્લાઓમાં કુલ -1724 નાની બેઠકો અને 282 વિશેષ કાર્યક્રમો થયા હતા જેમાં મહિલા, યુવા, અ.જા., અ.જ.જા. તથા સમાજનું નેતૃત્વ કરનારા મહાનુભાવોનો વ્યાપક પ્રમાણમાં સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં કુલ 1,47,840 એક લાખ સુડતાલીસ હજાર આઠસો ચાલીસ લોકો નો સંપર્ક કર્યો હતો. 2035 પદાધિકારીઓ વિવિધ વિસ્તારોમાં બેઠક લેવા ગયા હતા જેમાં કુલ 13307 સંખ્યા ઉપસ્થિત રહી હતી. ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન ના દિવસે વધારે મતદાન થાય એ માટે 1819 પદાધિકારીઓ સંપૂર્ણ દિવસ કાર્યરત રહ્યા હતા. બે લાખ પત્રિકા તથા બે લાખ સ્ટિકરો સાથે થયેલ જાગરણ પર્વ નિમિત્તે છપાવવામાં આવેલ હતા. કચ્છ જિલ્લા જાગરણ પર્વ સંયોજક રામસંગજી જાડેજા તેમજ સહસંયોજક અલ્પેશભાઈ જાની, નયનભાઈ વાંઝા, રમેશભાઈ ગાગલ, કલ્પેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દશ તાલુકાઓના સંયોજક અને સહસંયોજક નિમી તાલુકા થી મંડલ સુધી અને શહેર થી ગામ સુધી 105 કાર્યકર્તાઓએ 54 જેટલી નાની બેઠકો કરી લોકોને મહત્તમ મતદાન બાબતે જાગૃત કરેલ હતા. વિશેષ 18 કાર્યક્રમોમાં 480 કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહેલ હતી અને મતદાન દિન સુધી રાષ્ટ્ર હિતમાં મહતમ મતદાન થાય એવા સંનિષ્ઠ પ્રયાસો કરેલ હતા. કચ્છમાં 4000 જેટલી પત્રિકાઓ અને સ્ટીકરોનો જન જાગરણ માટે ઉપયોગ કરાયેલ હતો. પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીની પણ જાગરણ પર્વમાં વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છની સૂચના મુજબ રાષ્ટ્ર હિતમાં કાર્ય કરનારા રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા તમામ સંવર્ગોના પદાધિકારીઓ તેમજ સંગઠનના સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરેલ હતો, એવુ જાગરણ પર્વ સહસંયોજક અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.