AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ એ ભગવાન બિરસા મુંડાની 125મી શહાદત દિવસની ઉજવણી કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ઉલગુલાન વિદ્રોહનાં મહાનાયક બિરસા મુંડાની 125 મી શહાદત દિવસની ઉજવણી ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેસશન (All India D.Y.O.) ડાંગ જિલ્લા કમિટી દ્વારા ર્ડો. આંબેડકર હોલ આહવા ખાતે કરવામાં આવી.જેમાં યુવા સંગઠનનાં આગેવાન ખંડુભાઇ પવાર, ઉમેશભાઈ ગાયકવાડ, દેવલુ પવાર, શિવદાસ પવાર, રામદાસ પવાર વગેરે આગેવાનોએ બિરસામુંડાનાં જીવન સંઘર્ષ વિશે ચર્ચા કરી હતી.અહી એસ.યુ.સી.આઈ. (કમ્યુનિસ્ટ)નાં  જિલ્લા સંગઠક કોમરેડ રઘુનાથ બાગુલ દ્વારા બિરસા મુંડાનાં આંદોલન ઉલગુલાન વિશે માહિતી આપી હતી.વધુમાં ચાલુ વર્ષે બિરસા મુંડાની જન્મ જયંતિ સહિતનાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી ડાંગ જિલ્લાનાં ગામડે ગામડે કરવામાં આવશે તેવું જણાવ્યુ હતુ..

[wptube id="1252022"]
Back to top button