GUJARATJUNAGADHKESHOD

આજરોજ કેશોદ ના અજાબ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ કેશોદ ના અજાબ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કેશોદના અજાબ પટેલ સમાજ ખાતે સ્વ.પુષ્પાબેન નરશીભાઈ વડારીયા ના સ્મરાથે સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદ્ધધાટન જીલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તેમજ મગનભાઈ લાડાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું.વડારીયા પરિવાર દ્વારા ડોક્ટરોને મોમેન્ટો આપી ને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું અને સમાજ માં દાખલો બેસાડવા માં આવ્યો એ આપડે ખોટા ખર્ચ ને બદલે આપણા કોઈપણ પ્રસંગ માં આવી રીતે સમાજ સેવા પણ કરી શકીએ અને લોકોમાં  જાગૃતિ આવે એવો દાખલો બેસાડવામાં આવ્યો.આ કેમ્પમાં ૩૯૦ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ ૩૧ બોટલ રક્ત એકત્ર થયું હતું આ કેમ્પમાં ડો.વિપુલ પટેલ, ડો.ચિરાગ જેઠવા, ડો,કરિશ્મા જેઠવા, ડો.અંકુર કણસાગરા, ડો.મેહુલ પરમાર, ડો.મયુર મેઘપરા, ડો.મયંક વાછાણી, ડો.સંદીપ કથીરિયા, ડો,જયસુખભાઈ મકવાણા એ સેવા આપી હતી, આ કેમ્પનું આયોજન મહેદ્રભાઈ વડારીયા,અશોકભાઈ વડારીયા,કિરીટભાઈ વડારીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

 

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

 

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button