
કેશોદના અજાબ ગામે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામ ના તમામ બાળકોને શ્રાવણ માસ મા દર વર્ષે અખંડ રામધૂનનું ગામના વિવિધ જ્ઞાતિના દર બે કલાક ના વારા મુજબ દરેક કુટુંબના સદસ્યશ્રી ઓ ને ધુન બોલવા આવવા ની એક વર્ષો જુની પુજ્ય આલિધા બ્રહ્મચારીબાપુ ની આજ્ઞા થી એક ઉજળી પરંપરા ના ભાગ રૂપે આયોજન કરવામાં આવે આ ધુનને એકાવન મું વર્ષ હોય ગામના યુવાનો દ્વારા અને શ્રી રામધુન મંડળ અજાબ અને દરેક સમાજ સંગઠનો ના સહયોગ થી એક નમુના રૂપ આયોજન કરી પુર્ણાહુતી ના દિવસે પટેલ સમાજ અજાબમાં બટુકભોજનનું આયોજન કરવામાં આવે છે ગામ ના દરેક સ્કુલ ના અને અન્ય બાળકો ને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે સમાજના આર્થિક રીતે નબળા પરિવારોનેને સાતમ આઠમ ના તહેવાર એમના બાળકો ઉજવી શકે એ માટે જરૂરિયાત વાળા પરિવાર ની યાદી બનાવી ને મીઠાઈ ફરસાણની કિટ એવા પરિવારો ને ધરે પ્રસાદી સ્વરૂપે સ્વયં સેવકો દ્વારા પહોંચતી કરવામાં આવશે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










