વ્યાજે લીધેલા નાણાં નહીં ચૂકવી શકતા પતિએ તેની પત્નીને વ્યાજખોરને સોંપી દીધી, ત્રણ વર્ષ સુધી વ્યાજખોરે શોષણ કર્યું

અમદાવાદ સહિતના રાજ્યભરમાં તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસ પર અંકુશ મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારે આ સ્થિતિ વચ્ચે સુરતના કતારગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા નાણાં નહીં ચૂકવી શકતા પતિએ તેની પત્નીને વ્યાજખોરને સોંપી દીધી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના કતારગામમાં વ્યાજે લીધેલા નાણાં નહીં ચૂકવી શકતા પતિએ તેની પત્નીને વ્યાજખોરને સોંપી દીધી હતી. એક બે નહીં પણ ત્રણ વર્ષ સુધી વ્યાજખોરે પત્નીને સાથે રાખી હતી. 3 વર્ષ બાદ પત્ની પતિથી છૂટી પડી અને પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પત્નીએ વ્યાજખોર રમેશ શિંગાળા અને પૂર્વ પતિ સામે ફરીયાદ નોંધાવી હતી. પીડિતાએ રમેશ શિંગાળા અને તેના મિત્રના સામે બળજબરીપૂર્વક શરીરસુખ માણ્યાની ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓમાંથી રમેશ સિંગાળાની ધરપકડ કરી છે જ્યારે વધુ બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.










