ગુજરાતમાં બહેનોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે: ઉમેશ મકવાણા

ભાજપની સરકાર મહિલાઓને રોજગાર અને સલામતી આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે: ઉમેશ મકવાણા
એક બુટલેગરે વારંવાર છેડતી કરતા એક વિદ્યાર્થીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો: ઉમેશ મકવાણા
મોંઘવારી અને બેરોજગારીના કારણે એક માતાએ પોતાની દીકરીને ઝેર આપીને મારી નાખી: ઉમેશ મકવાણા
અરવિંદ કેજરીવાલજીએ જે ₹1,000ની ગેરંટી આપી હતી તેવી સહાય યોજના જો ગુજરાતમાં શરૂ કરવામાં આવે તો મહિલાઓને ખૂબ જ રાહત મળશે: ઉમેશ મકવાણા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મહિલાઓના મુદ્દે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં બહેનોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. મહિલાઓની રોજગારી આપવાની વાત હતી તે પણ નહિવત જોવા મળે છે. મેં વિધાનસભાના ફ્લોર પર પણ મહિલાઓની રોજગારી વિશે વાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની દરેક મહિલાઓને 1000 રૂપિયાની ગેરંટી આપી હતી, તો તે સમય પર ભાજપના લોકો તેને રેવડી કહીને ગુજરાતની મહિલાઓનું અપમાન કરી રહ્યા હતા અને આજે ભાજપ મધ્ય પ્રદેશમાં મહિલાઓને ₹1,000 આપવાની વાત કરે છે.
સાથે સાથે ગુજરાતની બહેનોની સલામતીની વાત આવે એમાં પણ ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. બોટાદ વિસ્તારમાં તાજેતરમાં જ એક બુટલેગર દ્વારા વારંવાર એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવતી હતી અને તે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સબનસીબે તેને બચાવી લેવામાં આવી છે.
ભાજપની સરકાર મહિલાઓને રોજગાર આપવામાં પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. બીજા એક કિસ્સામાં એક માતાએ પોતાની પુત્રીને ઝેર આપીને મારી નાખી હતી. આવું શા માટે થઈ રહ્યું છે? પહેલાના જમાનામાં દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી, હવે એ જ રીતે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને ગુજરાતની એક માતા પોતાની દીકરીને ઝેર આપીને મારી નાખે છે. ગુજરાતમાં મહિલાઓને મોંઘવારી સખત નડી રહી છે અને રોજગાર પણ મળતા નથી. જો ગુજરાતની દરેક મહિલાને ₹1,000 આપવાની શરૂઆત સરકારી કરી હોત અને એ ઘરમાં ત્રણ મહિલાઓ હોત તો 3000 રૂપિયાની સહાય એ ઘરને થઈ હોત. અને જો આવી સહાય મળતી હોત તો જે આત્મહત્યાની ઝેર આપવાની ઘટનાઓ ઘટી રહી છે તે ઘટનાઓ ન ઘટી હોત.










