AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ટ્યુશન કરાવાતો શિક્ષક બન્યો હેવાન કિશોરી સાથે કર્યું બિભત્સ વર્તન

અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરા સરસપુરમાં ટયુશન ક્લાસીસમાં જતી હતી, જ્યાં તા.૯ ના રોજ રાબેતા મુજબ સગીરા બપોરે ટયુશન ક્લાસમાં ગઇ હતી જ્યાં બપોરે ૩.૩૦ વાગે ચાલું ક્લાસમાં ટયુશન ક્લાસ ચલાવતા અજય નામના શખ્સે સગીરાને ઉપરના માળે બોલાવી હતી અને એકલતાના લાભ લઇને સગીરા સાથે શારિરીક છેડછાડ કરીને બાથ ભીડી હતી.
આ બનાવના કારણે સગીરા ગભરાઇને ઘરે જતી રહી હતી અને માતા પતિને વાત કરી હતી પ્રથમ આબરુની બીકે પરિવારનોએ ફરિયાદ કરી ન હતી પરંતુ આરોપીએ ધમકી આપતા સગીરાના પરિવારજનોએ આગેવાનોની સલાહ  લઇને આરોપી સામે ફરિયાદ કરતાં શહેરકોટડા પોલીસે આરોપી સામે પોક્સો કલમ હેઠળ ગુન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સરસપુરમાં રહેતી અને શાળાએ જતી સગીરાનો એક યુવક પીછો કરતો  હતો એટલું જ નહી એક વખત તો સગીરાને રોકીને શારિરિક અડપલાં કર્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button