AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
રાજ્યભરમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી બે દિવસમાં માટે જેને મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ ફોલિંગ ટેન્ડન્સીમાં રહેતા દિવસ દરમિયાન ગરમીનો ઓછો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે, પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતવાસીઓને ફરી એકવાર ગરમીનો માર સહન કરવો પડશે.
એપ્રિલ મહિનામાં વરસાદની શક્યતાઓને લઇને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

[wptube id="1252022"]









