
વિજાપુર નગીના મસ્જીદના મદરેસા ના બાળકો નું ઇદે મિલાદ ની ઉજવણી ભાગ રૂપે ઝુલુસ નીકળ્યું

સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ નગીના મસ્જીદ માં આવેલ મદરેસા ના બાળકો દ્વારા મૌલવી પેશ ઇમામ શોએબ ખાન પઠાણ ની રાહબરી હેઠળ ઇદેમિલાદ ની ઉજવણી ના ભાગ રૂપે ઝુલુસ કાઢી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મસ્જીદ ના પેશ ઇમામ મૌલવી શોએબ ખાને જણાવ્યું હતું કે મિલાદ શરીફ ના કાર્યક્રમ રબીઉલ અવ્વલ ની ઈસ્લામિક 12 મી તારીખ એટલે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત પયગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી 12 દિવસ સુધી કરવામાં આવે છે જેમાં મિલાદ નાતેપાક સહિત ના કાર્યક્રમો યોજી વિવિધ વિસ્તારોમાં ડેકોરેશન કરવા માં આવે છે મદરેસા માં આવતા બાળકો ને ઉત્સાહ વધે તે માટે મિલાદ શરીફ ની ઉજવણી ના ભાગ રૂપે ઝુલુસ કાઢી વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યું હતુ
[wptube id="1252022"]





