અમદાવાદ શહેરની આત્મીય વિધા નિકેતન સ્કૂલ ખાતે ૨૫૦ વિધ્યાર્થિનીઓને આપવામાં આવી સેલ્ફ ડિફેન્સ તાલીમ.

સેલ્ફ ડિફેન્સ અંગેના કાર્યક્રમ શાળા- કોલેજ ખાતે કરી તેમજ શી-ટીમની કાર્યપ્રણાલીથી વિધ્યાર્થિનીઓને વધુ અવગત કરવા માટેની આઇ/સી મહે. પોલીસ કમિશ્નર સાહેબશ્રીનાઓની સૂચના અન્વયે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે વિધ્યાર્થિનીઓ માટે સ્વ-રક્ષણ અને સલામતી અંગેના તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં અધિક પોલીસ કમિશનર સેકટર-૧ નિરજકુમાર બડગુજર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિ.શ્રી ઝોન-૧ ડો. લવીના સિન્હા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિ. શ્રી બી-ડીવીઝન એચ.એમ.કણસાગર સાહેબનાઓ ઉપસ્થિત રહેલ હતા અને વિધ્યાર્થિનીઓને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડેલ હતું.
વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી તાલીમ અંગેના વર્કશોપમાં ૨૫૦થી વધુ વિધાર્થીનીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ હતી.
આ તાલીમ સેમિનારમાં શ્રી અમનદીપ સિંઘ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું તેમજ શરીરના દસ સંવેદનશીલ ભાગો અંગે પણ શીખવવામાં આવેલ હતું જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.
આ કાર્યક્રમના આયોજનને શાળાના આચાર્ય મૌતોશી શર્મા , ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઇ પંડયા, વાડજ પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.જી.જોષી, શી ટીમના સભ્યો જલ્પાબેન, શ્વેતાબેન, કાજલબેન વિગેરેનાઓએ હેમત ઉઠાવી સફળ બનાવેલ હતો.










